ગુજરાતી

અરવિંદ કેજરીવાલે બેનામી ટ્રાન્ઝેક્શનના ચુકાદાને ખોટી રીતે ટાંકીને લોકોને ગેરમાર્ગે દોરવાનો કર્યો પ્રયાસ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 10 ઓક્ટોબર, 2022ના રોજ ટ્વિટર પર જણાવ્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટે સત્યેન્દ્ર જૈન સામેના કેસને બરતરફ કર્યો છે. તેમના ટ્વિટમાં, તેમણે GOI અને કેન્દ્રીય એજન્સીઓ પર નિશાન સાધતા કહ્યું કે તેઓએ એક ઈમાનદાર વ્યક્તિને દબાણ હેઠળ લાંબા સમય સુધી જેલમાં ધકેલી દીધો. આ લોકોએ ખોટા આરોપો લગાવવાને બદલે પોતાનો સમય અને મહેનત દેશને મજબૂત કરવા માટે ફાળવવા જોઈએ.

ફેક્ટ ચેક

જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનના અત્યંત સંદિગ્ધ ભૂતકાળને કારણે અને તાજેતરમાં જ્યારે તેઓ EDના રડારમાં હતા ત્યારે તેમના પર લાગેલા અસંખ્ય આરોપોના કારણે તેઓ હજુ પણ જેલના સળિયા પાછળ છે. કેજરીવાલે પોતાના ટ્વીટમાં જે નિવેદન આપ્યુ હતું અમારી ટીમે તે નિવેદનની ચકાસણી કરવા સંશોધન હાથ ધર્યું.

અમારા સંશોધનમાં, “સત્યેન્દ્ર જૈન” કીવર્ડનો ઉપયોગ કરીને અમે જ્યારે ગૂગલ કીવર્ડ સર્ચ કર્યું ત્યારે અમને ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા એક અહેવાલ મળ્યો. અહેવાલ મુજબ, દિલ્હી હાઈકોર્ટે સોમવારે દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી વિરુદ્ધ બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રતિબંધ) સુધારા કાયદા હેઠળની તમામ કાર્યવાહી બંધ કરી દીધી છે.

વધુમાં અહેવાલમાં જણાવ્યું છે કે જૈને 2017માં અરજી સબમિટ કરી હતી અને કહ્યું હતું કે કથિત વ્યવહારો માર્ચ 2016 અને નવેમ્બર 2016 વચ્ચે થયા હતા અને પરિણામે નવેમ્બર 2016માં અમલમાં આવેલો સુધારો લાગુ થશે નહીં. દિલ્હી હાઈકોર્ટે ગયા મહિને ચુકાદો આપ્યો હતો કે સત્યેન્દ્ર જૈનને સુધારેલા બેનામી કાનૂન અનુસાર કોઈ જબરદસ્તી અથવા અન્ય સરકારી કાર્યવાહીનો સામનો કરવો પડશે નહીં.

સ્ત્રોત : ઇકોનોમિક ટાઇમ્સ

2017માં દાખલ કરાયેલી CBI FIR ના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ જૈન પર મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો છે જેની સુનાવણી હવે ટ્રાયલ કોર્ટમાં ચાલી રહી છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલ કરવામાં આવેલી FIR માં તેમના પર આરોપ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ અનુસાર, જૈનને 30 મેના રોજ ED દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

6 જૂન, 2022ના રોજ EDએ સત્યેન્દ્ર જૈનની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં EDના પ્રેસ સ્ટેટમેન્ટ મુજબ ઘણા ગુનાહિત કાગળો અને ડિજિટલ રેકોર્ડિંગ્સ મળી આવ્યા હતા. 1.80 કિલો વજનના કુલ 133 સોનાના સિક્કા મળી આવ્યા હતા કુલ રૂ. 2.85 કરોડ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

સ્ત્રોત : ED

કેજરીવાલે તેમના ટ્વિટમાં સત્યેન્દ્ર જૈનને મની લોન્ડરિંગ કેસ સહિત તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તેના પર ભાર મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બેનામી ટ્રાન્ઝેક્શન એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ સત્યેન્દ્ર જૈનનો કેસ તાજેતરમાં બંધ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ તેમના પર મની લોન્ડરિંગના આરોપો છે જ, જેની સુનાવણી કોર્ટમાં હજુ ચાલી રહી છે. વધુમાં, 10 ઓક્ટોબર, 2022 ના TOI અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે સોમવારે જાહેરાત કરી હતી કે તે મંગળવારે દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન દ્વારા રજૂ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. મની લોન્ડરિંગ કેસને નીચલી અદાલતમાં ટ્રાન્સફર કરવાની તેમની વિનંતીને નકારી કાઢવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયના વિરોધમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં તે હાલમાં અલગ કોર્ટમાં અટકાયતમાં છે.

સ્ત્રોત : TOI

આમ અમારા સંશોધન અને પર્યાપ્ત માહિતી પરથી સાબિત થાય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈન સંબંધિત તેમના ટ્વીટ દ્વારા લોકોને ગેરમારગે દોરવાનો પ્રયાસ કર્યો છે.

દાવો સત્યેન્દ્ર જૈનને મની લોન્ડરિંગ કેસ સહિત તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે
દાવો કરનાર અરવિંદ કેજરીવાલ
તથ્ય ભ્રામક

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો.

જય હિંદ.

Divya Thakkar

Recent Posts

રવિના ટંડને લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસને વોટ કરવાની અપીલ કરી ન હતી

બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનનો કોંગ્રેસ માટે પ્રચારનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે…

7 months ago

‘મોદીએ 25 લોકોને અબજોપતિ બનાવ્યા, અમે કરોડોપતિ બનાવીશું’ના રાહુલ ગાંધીના દાવામાં કેટલી સત્યતા?

2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ થોડા દિવસો પહેલા જ જનતા સમક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો…

7 months ago

સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીતવાથી બંધારણ ખતરામાં છે?

ગઈકાલે એટલે કે 22 માર્ચે સુરત લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ…

7 months ago

નાગપુરમાં EVM મશીન પર શાહી ફેંકીને વિરોધનો વાયરલ વીડિયો જૂનો છે

દેશમાં લોકસભા ચૂંટણી 2024 વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. લોકો આ…

7 months ago

પાકિસ્તાની પત્રકાર હામિદ મીરનો પીએમ મોદી મુસ્લિમોને ‘અરબ નાસલ’ કહીને અપમાનિત કરવાનો દાવો ખોટો સાબિત થયો છે.

આતંકવાદી ઓસામા બિન લાદેનનો ઈન્ટરવ્યુ લેવા માટે જાણીતા પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે પોતાનું X એકાઉન્ટ…

7 months ago

રામ મંદિરના અભિષેક સમારોહમાં દલિત-આદિવાસી લોકોને આમંત્રણ નહોતું? રાહુલ ગાંધીનો દાવો ખોટો છે

2024ની લોકસભા ચૂંટણી શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું અને…

7 months ago

This website uses cookies.