સોશિયલ મીડિયા પર AAP નેતા ગોપાલ ઈટાલિયાની જેલના સળિયા પાછળની તસવીર વાયરલ થઈ છે. AAP પાર્ટીના કેટલાક નેતાઓ અને સમર્થકોએ આ ફોટો શેર કર્યો છે અને ભાજપ પર કટાક્ષ કરતા તેઓએ દાવો કર્યો છે કે દિલ્હી પોલીસે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી છે.
નરેશ બાલ્યાન, AAP પાર્ટીના નેતા, જે ઘણીવાર નકલી અને જૂના સમાચાર શેર કરવા માટે જાણીતા છે, તેણે વાયરલ ફોટો શેર કર્યો અને બિસ્મિલ અઝીમાબાદીની ક્રાંતિકારી કવિતા સાથે ગોપાલ ઇટાલિયાને સમર્થન આપ્યું.
સંજય સિંહે ભાજપ પર નિશાન સાધતા લખ્યું: ભાજપ પટેલ સમુદાયને આટલી નફરત કેમ કરે છે? ગુજરાતમાં ગોપાલ ઈટાલિયાની લોકપ્રિયતા વધવા લાગી છે, ચૂંટણીમાં હારનો ડર સતાવવા લાગ્યો, એટલે દિલ્હીમાં ભાજપ પોલીસે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી. પટેલ સમાજ ચોક્કસ આ અપમાનનો બદલો લેશે.
AAPના અન્ય એક નેતા, વંશરાજ દુબેએ, ગોપાલ ઈટાલિયાની ધરપકડ માટે PM મોદીને જવાબદાર ઠેરવતા લખ્યું: ગુજરાત AAPના પ્રદેશ અધ્યક્ષ, અમારા પાટીદાર નેતા ગોપાલ ઈટાલિયા જીની પોલીસે મોદીજીના કહેવા પર ધરપકડ કરી છે. ગુજરાતમાં ભાજપની હાર નિશ્ચિત છે. આજે આખા ગુજરાતે પટેલ સમાજ પ્રત્યે તમારી નફરત જોઈ છે.
આજે કંસના વંશજ એવા ભ્રષ્ટ ભાજપે ગોપાલભાઈની ધરપકડ કરીને તમામ હદો વટાવી દીધી છે. હવે ભ્રષ્ટ ભાજપના અધર્મનો અંત નિશ્ચિત છે, એમ AAPના ગુજરાત યુનિટે લખ્યું છે.
ફેક્ટ ચેક
અમારા સંશોધનમાં, રિવર્સ ઇમેજ સર્ચ ટૂલનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને 2 મે, 2022 ના રોજ પ્રકાશિત Vibes Of India નો એક રિપોર્ટ મળ્યો. રિપોર્ટમાં, અમને તે જ વાયરલ ફોટો મળ્યો. વાયરલ ફોટો 5 મહિના જૂનો છે. રિપોર્ટ અનુસાર, 2 મે, 2022ના રોજ ગોપાલ ઇટાલિયા સહિત 10 નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર આઉટલેટ દિવ્યભાસ્કરે પણ 5 મહિના પહેલા આ જ ફોટો શેર કર્યો હતો.
વધુમાં, દિલ્હી પોલીસે ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી હોવાના દાવાની ચકાસણી કરતી વખતે, અમને ઇંડિયન એક્સપ્રેસ દ્વારા એક અહેવાલ મળ્યો. અહેવાલ મુજબ, ગુજરાતમાં AAPના નેતા ગોપાલ ઇટાલિયાની ગુરુવારે દિલ્હી પોલીસે અટકાયત કરી હતી અને એક વીડિયોના સંબંધમાં બે કલાક સુધી પૂછપરછ કરી હતી જેમાં તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. જોકે, 2-3 કલાકની પૂછપરછ બાદ ઈટાલિયાને છોડી દેવામાં આવ્યા હતા. ન્યૂઝ 18 ના ટ્વીટમાં જણાવાયું છે કે દિલ્હી પોલીસના સૂત્ર મુજબ કોઈ FIR દાખલ કરવામાં આવી નથી.
અમારા વિશ્લેષણમાં, અમને જાણવા મળ્યું કે AAP નેતાઓ દ્વારા શેર કરવામાં આવેલ ફોટો ગોપાલ ઇટાલિયાને જેલના સળિયા પાછળ બતાવે છે તે જૂનો ફોટો છે. ઉપરાંત, તેને દિલ્હી પોલીસે થોડા કલાકો માટે અટકાયતમાં રાખ્યો હતો અને ત્યારબાર તેને છોડી દેવામાં આવ્યો હતો. આમ, AAP નેતાઓ દ્વારા કરવામાં આવેલ દાવો ભ્રામક છે.
દાવો | 1. ગુજરાતમાં ગોપાલ ઈટાલિયાની લોકપ્રિયતા વધવા લાગી છે એટલે દિલ્હીમાં ભાજપ પોલીસે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી 2. ભાજપ સરકાર પાટીદારોને નફરત કરે છે તેથી ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી |
દાવો કરનાર | આમ આદમી પાર્ટી નેતા નરેશ બાલ્યાન, સંજય સિંહ, વંશરાજ દુબે, આપ ગુજરાત યુનિટ તથા અન્ય સમર્થકો |
તથ્ય | ભ્રામક |
ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.
બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનનો કોંગ્રેસ માટે પ્રચારનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે…
2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ થોડા દિવસો પહેલા જ જનતા સમક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો…
ગઈકાલે એટલે કે 22 માર્ચે સુરત લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ…
દેશમાં લોકસભા ચૂંટણી 2024 વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. લોકો આ…
આતંકવાદી ઓસામા બિન લાદેનનો ઈન્ટરવ્યુ લેવા માટે જાણીતા પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે પોતાનું X એકાઉન્ટ…
2024ની લોકસભા ચૂંટણી શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું અને…
This website uses cookies.