ભ્રષ્ટાચાર મુદ્દે પીએમનું નિવેદન ખોટા સંદર્ભમાં થયું વાયરલ

0
343

ભ્રષ્ટાચાર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયો શેર કરીને યૂઝર્સ દાવો કરી રહ્યા છે કે વડાપ્રધાન તેમની જ પાર્ટી બીજેપીનો પર્દાફાશ કરી રહ્યા છે.

આ વીડિયોમાં વડાપ્રધાન કહી રહ્યા છે કે, “આપણે જોયું છે કે જેલમાં સજા ભોગવવા છતાં, ભ્રષ્ટાચાર સાબિત થયા પછી પણ ઘણી વખત ભ્રષ્ટાચારીઓનો મહિમા ગવાય છે. હું જોઈ રહ્યો છું કે, પ્રામાણિકતાનો ઠેકો લઈને ફરતા લોકોને તેમની સાથે જઇને આવા હાથ પકડીને ફોટોગ્રાફ લેવામાં શરમ નથી આવતી.”

“આ સ્થિતિ ભારતીય સમાજ માટે સારી નથી. આજે પણ કેટલાક લોકો દોષિત ઠરેલા ભ્રષ્ટાચારીઓની તરફેણમાં જુદી જુદી દલીલો આપે છે. હવે તો,ભ્રષ્ટાચારીઓને મોટા-મોટા સન્માન અપાવવા વકીલાત કરવામાં આવી રહી છે, અમે દેશમાં આવું ક્યારેય સાંભળ્યું નથી.”

આ વીડિયોને ચંદીગઢ પ્રદેશ મહિલા કોંગ્રેસની મહિલા કોંગ્રેસ અધ્યક્ષ દીપા અસધિર દુબે, ટ્રોલ એકાઉન્ટ મનીષા ચૌબે, કોંગ્રેસ સમર્થક આનંદ માલી અને અન્ય લોકોએ ટ્વિટર પર શેર કર્યો છે.

અમે વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલા દાવાઓની તપાસ કરી. અમારી તપાસમાં વિડિયોનું સત્ય સાવ અલગ જ જણાયું હતું.

ફેક્ટ ચેક

અમારી તપાસ શરૂ કરવા માટે, અમે સૌથી પહેલા વાયરલ વીડિયોમાં વડાપ્રધાન દ્વારા બોલવામાં આવેલા વાક્યો માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું. દરમિયાન, અમને વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત સતર્કતા જાગૃતિ સપ્તાહના કાર્યક્રમમાં વડા પ્રધાનના સંબોધનની ટ્રાન્સક્રિપ્ટ વડા પ્રધાનની સત્તાવાર વેબસાઇટ પર મળી.

આ ટ્રાન્સક્રિપ્ટ સંપૂર્ણ વાંચ્યા પછી જાણવા મળ્યું કે વાયરલ વીડિયો વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમનો જ છે. એ જ ટ્રાન્સક્રિપ્ટમાં વડાપ્રધાનના સંબોધનના યુટ્યુબ વિડિયોની લિંક પણ મળી આવી હતી, જે 3 નવેમ્બર, 2022ના રોજ વડાપ્રધાન કાર્યાલયની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વડા પ્રધાનનું વાયરલ નિવેદન 46 મિનિટ 15 સેકન્ડ પછી મૂળ વીડિયોમાં સાંભળી શકાય છે.

આ વીડિયોને સંપૂર્ણ રીતે સાંભળ્યા બાદ ખબર પડી કે વડાપ્રધાન મોદી ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષને ઘેરી રહ્યા છે. કારણ કે તેમના સંબોધનની શરૂઆતમાં જ તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર, શોષણ, સંસાધનોના નિયંત્રણનો વારસો, જે આપણને ગુલામીના લાંબા ગાળાથી મળ્યો હતો, દુર્ભાગ્યવશ આઝાદી પછી તેનો વધુ વિસ્તરણ થયું અને દેશની ચાર-ચાર પેઢીઓને જેનું ખરાબ રીતે નુકસાન થયું. પરંતુ આઝાદીના આ અમૃતવર્ષમાં આપણે દાયકાઓથી ચાલી આવતી આ પ્રથાને સંપૂર્ણપણે બદલવી પડશે.

આ તમામ મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન મોદી ભ્રષ્ટાચારના મુદ્દે તેમની પાર્ટીને ખુલ્લા પાડી રહ્યા હોવાનો દાવો ભ્રામક છે.

દાવો વડાપ્રધાન મોદી ભ્રષ્ટાચારના મુદ્દે તેમની જ પાર્ટીની પોલ ખુલ્લી પાડી રહ્યા છે
દાવો કરનાર ચંદીગઢ પ્રદેશ મહિલા કોંગ્રેસની મહિલા કોંગ્રેસ અધ્યક્ષ દીપા અસધિર દુબે, ટ્રોલ એકાઉન્ટ મનીષા ચૌબે, કોંગ્રેસ સમર્થક આનંદ માલી અને અન્ય
તથ્ય ભ્રામક

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો. UPI ID – vgajera@ybl

જય હિંદ.