ના, સંબિત પાત્રાએ NDTVમાં એન્કરિંગ નહોતું કર્યું, એડિટેડ વિડિયો થયો વાયરલ

0
337

પ્રચાર કાર્ટૂનિસ્ટ રાકેશ રંજને 2 ડિસેમ્બર 2022ના રોજ ટ્વિટર પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાનો એક વીડિયો ટ્વિટ કર્યો હતો. સંબિત પાત્રાને આ વીડિયોમાં એનડીટીવીના લોગો સાથે એન્કરિંગ કરતા બતાવવામાં આવ્યા છે.

આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જ્યારે NDTV પર અદાણી ગ્રુપ બહુમતી હિસ્સેદાર બન્યા બાદ, પ્રચાર પત્રકાર રવીશ કુમારે ચેનલમાંથી રાજીનામું આપ્યુ છે.

વીડિયો શેર કરીને એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે અદાણીના ટેકઓવર બાદ બીજેપીના સંબિત પાત્રાએ NDTVમાં એન્કરિંગ કરવાનું શરૂ કર્યું છે.

આ દાવો શંકાસ્પદ લાગતો હતો. તેથી અમારી ટીમે આ દાવાની તપાસ કરી. અમારી તપાસમાં વાયરલ વીડિયોનું સત્ય અલગ જ હોવાનું જાણવા મળ્યું હતું.

આર્ટિક્લ વાંચો : ના, દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત વીજળીની સૌથી વધુ કિંમત ચૂકવતું નથી

ફેક્ટ ચેક

અમારી તપાસ શરૂ કરીને, અમે સૌપ્રથમ વાયરલ વીડિયોમાં સંબિત પાત્રાએ આપેલા શોના પરિચય માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું. વાસ્તવમાં, તેણે પરિચયમાં શોનું નામ ટુ ધ પોઈન્ટ જણાવ્યું હતું.

ઈન્ટરનેટ પર ‘ટુ ધ પોઈન્ટ’, ‘ગેસ્ટ એન્કર’ અને ‘સંબિત પાત્રા‘ જેવા કીવર્ડ્સ સર્ચ કર્યા પછી ઈન્ડિયા ટુડેનો એક જૂનો વીડિયો મળ્યો. 3 જૂન, 2018ના રોજ પોસ્ટ કરાયેલા વિડિયો મુજબ, બીજેપીના પ્રવક્તા, સંબિત પાત્રા, ઈન્ડિયા ટુડેના ‘ટુ ધ પોઈન્ટ’ શોનું એન્કરિંગ કરતી વખતે ચર્ચા કરી રહ્યા હતા કે શું સંયુક્ત વિપક્ષ મોદી માટે ખરેખર પડકાર છે!

ઈન્ડિયા ટુડેનો આખો વીડિયો સાંભળ્યા પછી જાણવા મળ્યું કે તેની 40 સેકન્ડ પછી સંબિત એ જ બોલી રહ્યા છે જે વાયરલ વીડિયોમાં સંભળાય છે.

આ મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સંબિત પાત્રાનો એન્કરિંગ કરતો વાયરલ વીડિયો એનડીટીવીનો નથી પરંતુ ઈન્ડિયા ટુડે ચેનલનો છે અને તે ચાર વર્ષ જૂનો છે.

આર્ટિક્લ જુઓ : નરેશ બાલ્યાને તાજેતરમાં જ હાર્દિક પટેલનો જૂનો વીડિયો શેર કર્યો છે

દાવો અદાણીના ટેકઓવર બાદ ભાજપના સંબિત પાત્રાએ એનડીટીવીમાં એન્કરિંગ શરૂ કર્યું છે.
દાવો કરનાર રાકેશ રંજન
તથ્ય વિડિયો એડીટેડ છે

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl

જય હિંદ.