પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. એટલા માટે તમામ પક્ષો અહીં ચૂંટણી પ્રચાર માટે પ્રવાસ કરી રહ્યા છે. આ પ્રચારમાં અમિત શાહની ત્રિપુરા મુલાકાત દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે અમિત શાહની વારંવાર વિનંતી છતાં લોકોએ બીજેપીને વોટ આપવાનો ઇનકાર કર્યો હતો.
આ વીડિયોમાં ગૃહમંત્રી જનતાને કહેતા સાંભળવા મળે છે કે, ‘क्या आप कमल के चुनाव चिन्ह को वोट देंगे? इतना धीरे कैसे चलेगा?’
આ વીડિયોને CPIM પશ્ચિમ ત્રિપુરા, પ્રણતિ દાસ સહિત અન્ય લોકોએ શેર કર્યો છે. આ સિવાય રેડ વ્યૂઝ નામની ચેનલ દ્વારા તેને યુટ્યુબ પર પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.
ફેક્ટ ચેક
અમારી ટીમ પહેલા પણ ચૂંટણી સંબંધિત પોસ્ટની તપાસ કરી ચૂકી છે. આ વખતે પણ અમે તપાસ કરી હતી જેમાં સત્ય દાવા કરતા અલગ નીકળ્યું હતું.
તપાસ શરૂ કરીને, સૌ પ્રથમ અમે યુટ્યુબ પર અમિત શાહ ત્રિપુરા જેવા કેટલાક કીવર્ડ સર્ચ કર્યા. આ દરમિયાન, અમને 5 જાન્યુઆરી, 2023 ના રોજ બીજેપીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો. તેના કેપ્શન મુજબ, અમિત શાહે ત્રિપુરાના સબરૂમમાં જન વિશ્વાસ યાત્રાને સંબોધિત કરી હતી. આ વીડિયોને સંપૂર્ણ રીતે સાંભળ્યા બાદ અને વાયરલ વીડિયોને સાંભળ્યા બાદ જાણવા મળ્યું કે મૂળ વીડિયોના બે અલગ-અલગ ભાગો એડિટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા છે.
વાયરલ વીડિયોનો પહેલો ભાગ મૂળ વીડિયોનો અંત છે. 22 મિનિટના આ વીડિયોમાં 21 મિનિટ 20 સેકન્ડના અંતે ગૃહમંત્રીએ જનતાને પૂછ્યું, ‘શું તમે કમળના પ્રતીક પરનું બટન દબાવશો? આનો જવાબ ગૃહમંત્રીએ સાંભળાયો ન હતો, એટલે તેમણે કહ્યું કે શું અવાજ છે આવું નહીં ચાલે ભાઈ, જોરથી બોલો, બટન દબાવશો? લોકોએ આ પ્રશ્નનો ખૂબ જ જોરથી જવાબ આપ્યો અને ભારત માતાના નારા પણ લગાવ્યા હતા.
એ જ રીતે, બીજા ભાગમાં, જે મૂળ વિડિયોની શરૂઆત છે, અમિત શાહે જનતાને ભારત માતાના નારા લગાવવાનું કહ્યું, પરંતુ જ્યારે અમિત શાહે કહ્યું કે લોકો વધુ છે, અવાજ ઓછો છે, ત્યારે લોકોએ ખૂબ જ જોરથી જયકાર બોલાવાનું શરૂ કર્યું.
આ તમામ મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે કે મૂળ વીડિયોના બે અલગ-અલગ ભાગોને એડિટ કરીને એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ત્રિપુરાના લોકો ભાજપના નેતાઓની અવગણના કરી રહ્યા છે. જો કે આખો વિડીયો જોતા જણાય છે કે લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
| દાવો | અમિત શાહની વારંવાર વિનંતીઓ છતાં લોકોએ ભાજપને મત આપવાનો ઇનકાર કર્યો હતો |
| દાવો કરનાર | CPIM પશ્ચિમ ત્રિપુરા, પ્રણતિ દાસ, રેડ વ્યૂઝ |
| તથ્ય | વાયરલ વિડિયો એડીટેડ છે |
ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે
આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl
જય હિંદ.
30bet Casino German Aviator Kostenlos Spielen und Gewinne SichernStarten Sie Ihre Gewinnstrategie jetzt, indem Sie…
Bet365 Casino Geldtrein Online Spelen voor Grootse Winst en Spannende AvonturenStart direct met het activeren…
Alf Casino Deutschland Konto Löschen im Forum Jetzt Beitreten und Erfahrungen austauschenVerlassen Sie sofort die…
Admiralbet Casino Deutschland 2025 Konto Löschen Schritt für Schritt AnleitungDrücken Sie sofort auf den Button…
Spiel jetzt Sugar Rush bei 888 Casino und gewinne mit süßem Glück onlineStarten Sie sofort:…
10bet Casino Big Bass Bonanza ohne Anmeldung sofort spielen und Gewinne holenSchmeißen Sie den Papierkram…
This website uses cookies.