ના, ગુજરાત સામાજિક ક્ષેત્રોના પરિમાણોમાં પાછળ નથી, ધ હિન્દુના ગુજરાત સંવાદદાતાએ કર્યો ભ્રામક દાવો

0
185

24 નવેમ્બર 2022 ના રોજ ન્યૂઝલોન્ડ્રીના ગુજરાત ચૂંટણી પરના એક શો દરમિયાન, ધ હિન્દુના ગુજરાત સંવાદદાતા મહેશ લાગાએ જણાવ્યું હતું કે, “ગુજરાત તમામ સામાજિક પરિમાણોમાં પાછળ છે.” મહેશ લાગાએ જણાવ્યું હતું કે પોષણ, શિક્ષણ અને આરોગ્યના પરિમાણોમાં ગુજરાતનું પ્રદર્શન ખૂબ જ નબળું છે.

37 મિનટ બાદ

ફેક્ટ ચેક

ચૂંટણીમાં વિકાસનો મુદ્દો આવે ત્યારે ગુજરાતના વિકાસ મોડલની વાત કરવામાં આવે છે. તો શું ગુજરાત સામાજિક ક્ષેત્રે ખરેખર પછાત છે? ચાલો તેને ચકાસીયે…

નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ શિક્ષણ સૂચકાંકો અનુસાર, ગુજરાત ચોથા સ્થાન પર છે. બેઝ યરમાં 6ની સરખામણીમાં 2ના સુધારા બાદ ગુજરાત હવે ચોથા નંબરે છે.

સ્ત્રોત : નીતિ આયોગ

સૌથી પ્રગતિશીલ રાજ્યોની યાદીમાં આસામ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

સ્ત્રોત : નીતિ આયોગ

નીતિ આયોગ દ્વારા ડિસેમ્બર 2021 ના ​​રોજ જાહેર કરાયેલા અહેવાલમાં, આરોગ્ય સૂચકાંક અનુસાર, ગુજરાતનું ઓવરઓલ રેફ્રન્સ યર રેન્કિંગ 6 છે. વર્ષ 2018-19માં રેન્ક 7 હતો જે વર્ષ 2019-20માં સુધરીને 6 થયો. નીતિ આયોગના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત આરોગ્યની બાબતમાં સારી સ્થિતિમાં છે અને સતત પ્રગતિ પણ કરી રહ્યું છે.

સ્ત્રોત : નીતિ આયોગ
સ્ત્રોત : નીતિ આયોગ

અમારી તપાસ બાદ સ્પષ્ટ થાય છે કે મહેશ લાગા દ્વારા કરવામાં આવેલો દાવો ખોટો છે અને સામાજિક ક્ષેત્રના માપદંડોમાં ગુજરાત ખૂબ જ સારી સ્થિતિમાં છે.

દાવો પોષણ, શિક્ષણ અને આરોગ્ય જેવા સામાજિક ક્ષેત્રોના પરિમાણોમાં ગુજરાતનો ક્રમ નબળો છે.
દાવો કરનાર ધ હિન્દુના ગુજરાતના સંવાદદાતા મહેશ લાગા
તથ્ય દાવો ખોટો છે

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl

જય હિંદ.