દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને 17 ઓક્ટોબર, 2022ના રોજ, તપાસ એજન્સીએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસના સંબંધમાં CBI ઓફિસમાં હાજર થવા માટે કહ્યું હતું. કૌભાંડના સંદર્ભમાં સિસોદિયાની 9 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ પછી, તેમના નિવાસસ્થાને સાંજે મીડિયા સાથે વાત કરતા, તેમણે આરોપ લગાવ્યો કે તેમના પર આમ આદમી પાર્ટી (AAP) છોડવા માટે “દબાણ” કરવામાં આવ્યું હતું.
ડેપ્યુટી સીએમએ આરોપ લગાવ્યો કે કોઈ કૌભાંડ (એક્સાઈઝ પોલિસી કૌભાંડ)નો કોઈ મુદ્દો નથી, આખો મામલો નકલી છે. આ કેસ પાછળનો મુખ્ય હેતુ કોઈ કૌભાંડની તપાસ કરવાનો નથી, પરંતુ દિલ્હીમાં “ઓપરેશન લોટસ”ને સફળ બનાવવાનો છે. 1 મિનિટ 32 સેકન્ડ પછી, તેમણે દાવો કર્યો કે તેમને AAP પાર્ટી છોડવાનું કહેવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે તેમને મુખ્ય પ્રધાન બનાવવાની ઓફર કરવામાં આવી હતી.
ફેક્ટ ચેક
દાવાની વધુ તપાસ કરતા, અમે CBI દ્વારા આપેલ નિવેદન શોધી કાઢ્યું. અખબારી યાદી મુજબ, CBI એ મનીષ સિસોદિયાના આરોપને નકારી કાઢ્યો હતો અને એમ કહીને તેને ખોટો ગણાવ્યો હતો કે મીડિયાના કેટલાક વિભાગોએ એક વીડિયો પ્રસારિત કર્યો હતો, જેમાં CBI કાર્યાલય છોડ્યા પછી, સિસોદિયાએ દાવો કર્યો હતો કે તેમની પૂછપરછ દરમિયાન તેમને AAP પાર્ટી છોડી દેવાની ધમકી આપવામાં આવી હતી. CBI એ વધુમાં ઉમેર્યું હતું કે FIR માં લાગેલા આરોપો અને તપાસ દરમિયાન અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે સિસોદિયાની કડક તપાસ કરવામાં આવી હતી.
વધુમાં, અમને જાણવા મળ્યું કે ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, CBI એ કહ્યું કે તેઓ સિસોદિયા દ્વારા આપવામાં આવેલા જવાબોની તપાસ કરશે, અને જો જરૂર પડશે તો તેમને પછીથી ફરીથી સમન્સ મોકલી શકાય છે.
દાવો | CBIએ મનીષ સિસોદિયા પર AAP પાર્ટી છોડવા દબાણ કર્યું |
દાવો કરનાર | દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા |
તથ્ય | દાવો ખોટો છે. CBI એ જણાવ્યુ હતું કે FIR માં લાગેલા આરોપો અને તપાસ દરમિયાન અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે સિસોદિયાની કડક તપાસ કરવામાં આવી હતી અને સિસોદિયા પર કોઈ દબાણ બનાવામાં આવ્યું નથી |
ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.
બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનનો કોંગ્રેસ માટે પ્રચારનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે…
2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ થોડા દિવસો પહેલા જ જનતા સમક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો…
ગઈકાલે એટલે કે 22 માર્ચે સુરત લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ…
દેશમાં લોકસભા ચૂંટણી 2024 વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. લોકો આ…
આતંકવાદી ઓસામા બિન લાદેનનો ઈન્ટરવ્યુ લેવા માટે જાણીતા પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે પોતાનું X એકાઉન્ટ…
2024ની લોકસભા ચૂંટણી શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું અને…
This website uses cookies.