વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં PM સ્ક્રીન પર ભાષણ આપતા જોવા મળી રહ્યા છે અને સામે ખાલી ખુરશીઓ જોવા મળી રહી છે.
આ વિડિયો યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ વીબી શ્રીનિવાસ, સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રશાંત ભૂષણ, કોંગ્રેસ સમર્થિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અન્ય યુઝર્સે શેર કર્યો હતો અને ટોણો મારતા લખ્યું હતું કે ગુજરાતમાં વડાપ્રધાનની વિશાળ ચૂંટણી રેલી તેમની વધતી લોકપ્રિયતાનું પ્રતીક છે!
અહીં સ્વાભાવિક છે કે મહેણું મારવા “ગુજરાતમાં વડાપ્રધાનની લોકપ્રિયતા ઘટી રહી છે અને તેમની સભામાં કોઈ ભીડ નથી” તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફેક્ટ ચેક
વડાપ્રધાન 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે, પરંતુ વાયરલ વિડિયોમાં વડાપ્રધાન સ્ટેજ પરના બદલે સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, આનાથી શંકા ઊભી થઈ, તેથી અમે તેની તપાસ કરી. અમારી તપાસમાં વાયરલ વીડિયોનું સત્ય દાવા કરતા બિલકુલ અલગ હોવાનું બહાર આવ્યું છે.
તપાસ શરૂ કરતા પહેલા, અમે વડા પ્રધાન દ્વારા ગુજરાતીમાં આપેલું ભાષણ ધ્યાનથી સાંભળ્યું. જે વાયરલ વિડિયોમાં સંભળાય છે, જેમાં તેઓ બહુચરાજીનું તીર્થ, ઉમિયા માતા, સહસ્ત્રલિંગ તળાવ, રાની કી વાવ, તારંગા હિલ, રૂદ્ર મહાલય, વડનગરના તોરણ જેવા ગુજરાતના પ્રવાસન સ્થળો વિશે તેઓ વાત કરી રહ્યા છે અને અંતે તે અંબાજી અને શરદ પૂર્ણિમા જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે તેવો વીડિયો વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં સંભળાયેલા કેટલાક શબ્દોને અમે ઇન્ટરનેટ પર કીવર્ડ તરીકે સર્ચ કર્યું. દરમિયાન, અમને PIB ની વેબસાઈટ પર ગુજરાતના મોઢેરામાં વિકાસ કાર્યોના શિલાન્યાસ પ્રસંગે વડાપ્રધાનના સંબોધનની ટ્રાન્સક્રિપ્ટ મળી.
ત્યારબાદ અમને ખબર પડી કે વાયરલ વીડિયો PM ના મોઢેરા કાર્યક્રમનો છે. વધુ તપાસમાં, અમને PMની સત્તાવાર YouTube ચેનલ પર મોઢેરા કાર્યક્રમનો 35 મિનિટ 55 સેકન્ડનો વીડિયો મળ્યો.
આ સંબોધન સાંભળીને જાણવા મળ્યું કે વાયરલ વિડિયોમાં PM જે બોલતા સંભળાય છે તે મૂળ વીડિયોમાં 32 મિનિટ 12 સેકન્ડથી 34 મિનિટ 22 સેકન્ડની સમયમર્યાદામાં બોલતા જોઈ શકાય છે. આ સિવાય 34 મિનિટ 8 સેકન્ડની ટાઈમ ફ્રેમમાં PM ને સાંભળતા લોકોની ભીડ જોવા મળી રહી છે.
વધુ તપાસમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના ગુજરાત એકમના ટ્વિટર હેન્ડલ પર મોઢેરા કાર્યક્રમની કેટલીક તસવીરો જોવા મળી હતી, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે PM ને સાંભળવા માટે ભારે ભીડ હાજર હતી.
અંતે સવાલ એ હતો કે કયા સમયનો ખાલી ખુરશીઓનો વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે? આનો જવાબ એજ છે કે જેમ અમે પહેલાં જ કહ્યું છે તેમ જ્યારે PM ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેમને સાંભળવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી, જેનો અર્થ છે કે વાયરલ વીડિયો PMનું ભાષણ પૂરું થયા પછીનો છે.
દાવો | મોઢેરામાં વડાપ્રધાનના ભાષણ દરમિયાન ખુરશીઓ ખાલી હતી. |
દાવો કરનાર | યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ વીબી શ્રીનિવાસ, સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રશાંત ભૂષણ, કોંગ્રેસ સમર્થિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અન્ય યુઝર્સ |
તથ્ય | આ દાવો ખોટો છે, PM ની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ વિડિયો જોયા બાદ જાણવા મળ્યું કે જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને સાંભળવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. PMનું ભાષણ પૂરું થયા પછીનો વીડિયો વાયરલ કરીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરાયો છે. |
ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.
બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનનો કોંગ્રેસ માટે પ્રચારનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે…
2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ થોડા દિવસો પહેલા જ જનતા સમક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો…
ગઈકાલે એટલે કે 22 માર્ચે સુરત લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ…
દેશમાં લોકસભા ચૂંટણી 2024 વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. લોકો આ…
આતંકવાદી ઓસામા બિન લાદેનનો ઈન્ટરવ્યુ લેવા માટે જાણીતા પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે પોતાનું X એકાઉન્ટ…
2024ની લોકસભા ચૂંટણી શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું અને…
This website uses cookies.