રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે શનિવારે રાજ્યની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર દારૂ વિતરણનો એક વીડિયો સામે આવ્યો છે. આ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ રાજસ્થાનમાં દારૂનું વિતરણ કરી રહી છે. જો કે, અમારી તપાસ દરમિયાન આ દાવો ભ્રામક હોવાનું બહાર આવ્યું છે.
પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થા ઝીની ગુજરાતી ન્યૂઝ ચેનલ Zee 24 Kalak એ X પર આ વીડિયો શેર કરતા લખ્યું કે, ‘કાલે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજસ્થાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.’
હકીકત તપાસ
તપાસ કરવા માટે, અમે ગૂગલ લેન્સની મદદથી વાયરલ વીડિયોની કીફ્રેમ્સ સર્ચ કરી. આ દરમિયાન, અમને જાણવા મળ્યું કે 20 ડિસેમ્બર, 2021 ના રાજસ્થાન રોજ, આ વીડિયો યુપી કોંગ્રેસ સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ આ વીડિયોને હરિદ્વારનો ગણાવ્યો છે. તેમણે ભાજપ પર હરિદ્વારમાં જેપી નડ્ડાની રેલીમાં ભીડ એકઠી કરવા માટે દારૂ પીરસવાનો આરોપ લગાવ્યો હતો.
અમને ડિસેમ્બર 2021ની તારીખે દૈનિક ભાસ્કરનો અહેવાલ મળ્યો. યુપી કોંગ્રેસે ભીડને આકર્ષવા માટે ભાજપના કાર્યક્રમોમાં મફત દારૂનું વિતરણ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરતો વીડિયો અપલોડ કર્યા પછી આ અહેવાલ પ્રકાશિત થયો હતો. રિપોર્ટ અનુસાર, આ વીડિયો ઉત્તરાખંડમાં બીજેપીના સંગઠનાત્મક કાર્યક્રમ પહેલા શૂટ કરવામાં આવ્યો હતો, જ્યાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.
નિષ્કર્ષ: તપાસથી સ્પષ્ટ છે કે આ વીડિયો બે વર્ષ કે તેથી વધુ જૂનો છે અને તેને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 સાથે કોઈ લેવાદેવા નથી.
મધ્યપ્રદેશમાં મહિલા ની મારપીટનો જૂનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થયો છે
દાવો | રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપે દારૂનું વિતરણ કર્યું હતું |
દાવેદર | ઝી 24 કલાક |
હકીકત | ભ્રામક |