પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પૂતળાની રાજસ્થાનના કજરા ગામમાં થયેલી તોડફોડને દૈનિક ભાસ્કરે ગુજરાતની ઘટના ગણાવી…

0
631

19 સપ્ટેમ્બર, 2022 ના રોજ, દૈનિક ભાસ્કરે એક ટ્વિટમાં દાવો કર્યો હતો કે ગુજરાતના કજરા ગામમાં, એક યુવકે સોશિયલ મીડિયા ચેલેન્જ સ્વીકારી, પછી ચેલેન્જને પૂર્ણ કરવા માટે ગામના પાર્કમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રતિમા તોડી નાખી.

ડીલેટેડ ટ્વીટ નો સ્ક્રીન શૉટ

આર્કાઇવ લિન્ક

ફેક્ટ ચેક

અમારી ટીમે દૈનિક ભાસ્કર દ્વારા કરાયેલા દાવાની ચકાસણી કરવા માટે સંશોધન હાથ ધર્યું હતું. અમારા સંશોધનમાં, અમને ન્યૂઝ18 રાજસ્થાનનું ટ્વીટ મળ્યું. ટ્વિટમાં ઝુનઝુનુ પોલીસના ટ્વિટર હેન્ડલને ટેગ કરીને જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલે રાત્રે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. તેમને મળેલી માહિતીના આધારે પિલાની પોલીસ સ્થળ પર પહોંચી હતી. રાજસ્થાન પોલીસ ડેસ્કએ ઝુનઝુનુ પોલીસને ટેગ કરીને અને આ મુદ્દા પર અપડેટની વિનંતી કરીને જવાબ આપ્યો હતો. જવાબમાં, ઝુનઝુનુ પોલીસે જણાવ્યું કે વૃત્તિધિકારી ચિરાવા અને સંબંધિત SHO ઘટનાસ્થળે હતા. આ અંગે તપાસ ચાલી રહી છે. તેઓને હજુ સુધી રિપોર્ટ મળ્યો નથી. આરોપીની શોધ ચાલુ છે.

ટ્વિટર થ્રેડ પરથી સ્પષ્ટ થાય છે કે આ ઘટના ગુજરાતમાં નહીં પણ રાજસ્થાનમાં બની હતી, જેમ કે દૈનિક ભાસ્કરે દાવો કર્યો હતો.

આર્કાઇવ લિન્ક

કજરા ગામ ખરેખર રાજસ્થાનમાં આવેલું છે તેની પુષ્ટિ કરવા અમે ભારતીય ગામ નિર્દેશિકા (ઇંડિયન વિલેજ ડિરેક્ટરી)ની વેબસાઇટ પર ગયા. ભારતીય ગ્રામ નિર્દેશિકા પરની માહિતી અનુસાર કજરા ગામ ચોક્કસપણે રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના ચિરાવા તાલુકામાં આવેલું છે.

સ્ત્રોત : ઇંડિયન વિલેજ ડિરેકટરી

આ ઘટના વિશે વધુ જાણવા માટે, “પૂર્વ PM ઈન્દિરા ગાંધીની પ્રતિમા કજરામાં તોડફોડ” નો ઉપયોગ કરીને કીવર્ડ સર્ચ કરતાં અમને ઝી રાજસ્થાન નો એક અહેવાલ મળ્યો. રિપોર્ટ અનુસાર કજરા ગામના એક યુવક મુકેશ ગુર્જરે પોતાના મોબાઈલ પર સ્ટેટસ પોસ્ટ કરીને લોકલ પાર્કમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રતિમા તોડવાનો પડકાર ફેંક્યો હતો. જે બાદ ગઈકાલે આ જ યુવકે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુકીને પ્રતિમા તોડવાની જવાબદારી લીધી હતી. ઘટના બાદ યુવક ફરાર થઈ ગયો હતો.

સ્ત્રોત : ઝી રાજસ્થાન

ગ્રામ પંચાયતના સરપંચે યુવક વિરુદ્ધ લોકોની લાગણી દુભાવવા અને રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

કથિત ગુનેગારને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. એડીએમ જેપી ગૌરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિમાને નુકસાન પહોંચાડનાર વ્યક્તિને બરોડા પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની ધરપકડ કરવા માટે, પોલીસ દળ ઝુનઝુનુથી રવાના થયું. આરોપીની પૂછપરછ બાદ સત્ય હકીકત બહાર આવશે. તેમણે કહ્યું કે ક્ષતિગ્રસ્ત પ્રતિમાને ઠીક કરવાનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે.

અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર યુવક સાથે સંકળાયેલી ઘટના ગુજરાત નહીં પણ રાજસ્થાનમાં આવેલા કજરા ગામમાં બની હતી. તેથી, દૈનિક ભાસ્કરનું ટ્વીટ ભ્રામક છે.

દાવો ગુજરાતમાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની પ્રતિમાને તોડફોડ કરવાની ઘટના સામે આવી છે
દાવો કરનાર દૈનિક ભાસ્કર
તથ્ય ભ્રામક છે.

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો.

જય હિંદ.