જ્યોતિરાદતિય સિંધિયા ભાજપના મંત્રીના ચપ્પલ ઉઠાવી રહ્યા છે? વાયરલ દાવો ભ્રામક છે

0
177

સોશિયલ મીડિયા યુઝર અહમદે બીજેપી નેતા જ્યોતિરાદતિય સિંધિયાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક મંત્રીને તેના ચપ્પલ પહેરવામાં મદદ કરતા જોઈ શકાય છે.

ટ્વીટર યુઝરે સિંધિયાની મજાક ઉડાવતા લખ્યું કે, “આ ખૂબ જ દુઃખદ છે કે જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ મહારાજા હતા અને આજે ભાજપમાં તેઓ મંત્રીના ચપ્પલ ઉપાડી રહ્યા છે.” તેમણે દર્શાવવાનો પ્રયાસ કર્યો કે ભાજપમાં સિંધિયાનું સન્માન કરવામાં આવતું નથી, અને તેમને વિવિધ અપમાનનો ભોગ બનવું પડે છે.

કોંગ્રેસના સમર્થક એસ્થેટિક આયુષ નામના અન્ય એક ટ્વિટર યુઝરે આ જ વિડિયોને કેપ્શન સાથે શેર કર્યો જેમાં લખ્યું છે, “મહારાજા જ્યોતિરાદતિય સિંધિયા ભાજપના મંત્રીને પગમાં ચપ્પલ પહેરાવે છે.”

ફેકટ ચેક

અમે “જ્યોતિરાદિત્ય સિંધિયા મંત્રીને તેમના ચપ્પલ પહેરવામાં મદદ કરે છે” માટે કીવર્ડ સર્ચ સાથે અમારું સંશોધન શરૂ કર્યું અને ઈન્ડિયા ટુડેનો અહેવાલ સામે આવ્યો. રિપોર્ટ જોયા પછી અમને જાણવા મળ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે વીડિયોમાં જે વ્યક્તિ છે તે ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર છે. રિપોર્ટ અનુસાર તોમર પોતાના વિસ્તારના રસ્તાઓની ખરાબ હાલતથી પરેશાન હતા. તેથી, તેમણે 20 ઓક્ટોબર, 2022 ના રોજ ચપ્પલ પહેરવાનું બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી રસ્તાનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ ચપ્પલ પહેરશે નહીં.

આ નિર્ણય લેતી વખતે, તેમણે ટિપ્પણી કરી હતી કે સામાન્ય માણસ આ દયનીય રસ્તાઓ પર ચાલે છે અને તેના પગ પીડા સહન કરે છે. તે ચપ્પલ પહેરવાનું છોડી દેશે જેથી તે પીડા અનુભવી શકે અને સમજી શકે કે સામાન્ય માણસ કેવું અનુભવે છે.

તોમરના કડક નિર્ણય બાદ જિલ્લા વહીવટીતંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. બાદમાં, એસેમ્બલીના ત્રણ મુખ્ય હાઇવે બનાવવાનું કામ શરૂ થયું. પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે.

સ્ત્રોત : ઈન્ડિયા ટૂડે

તોમરે 25 ડિસેમ્બર, 2022ના રોજ ગૌરવ દિવસમાં હાજરી આપી હતી, જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના 98મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમારંભમાં, સિંધિયાએ નવા ચંપલ આપ્યા અને વિનંતી કરી કે તોમર તેમની પ્રતિજ્ઞા તોડે અને તે ચપ્પલ પહેરે કારણ કે ટૂંક સમયમાં જ રોડનું કામ પૂર્ણ થશે અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સિંધિયાએ મંત્રીને તેમના ચપ્પલ પહેરાવ્યા પછી, મંત્રીએ આદરપૂર્વક સિંધિયાના પગને સ્પર્શ કર્યા.

તોમરે આદરપૂર્વક સિંધિયાના પગને સ્પર્શ કર્યા.

ટ્વીટર યુઝર અહમદ જે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેના કરતા વાસ્તવિકતા ઘણી અલગ હતી. સિંધિયાનો ઈશારો આદરનો હતો. આમાં શરમજનક કંઈ નહોતું. જ્યારથી તેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ત્યારથી વિપક્ષોએ એવું નિવેદન કર્યું છે કે સિંધિયાને બીજેપી પાર્ટીમાં માન આપવામાં આવતું નથી અને ઘણી વખત અપમાનનો સામનો કરવો પડે છે.

દાવો જ્યોતિરાદતિય સિંધિયા ભાજપના મંત્રીના ચપ્પલ ઉઠાવી રહ્યા છે
દાવો કરનાર ટ્વિટર યુઝર અહેમદ અને એસ્થેટિક આયુષ
તથ્ય દાવો ખોટો છે

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl

જય હિંદ.