એમપી કોંગ્રેસે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપની કોર મીટિંગને અધવચ્ચે છોડી હોવાનો ભ્રામક દાવો કર્યો

0
179

એમપી કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી 9 નવેમ્બર, 2022 ના રોજ, દાવો કરવામાં આવ્યો હતો કે જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ભોપાલમાં ભાજપની કોર કમિટીની બેઠક અધવચ્ચે છોડી દીધી હતી કારણ કે તેમને બેઠકમાં હાજર અન્ય કોર કમિટીના સભ્યો તરફથી સન્માન અને મહત્વ મળ્યું નહોતું.

ફેક્ટ ચેક

કીવર્ડ સર્ચની મદદથી, “જ્યોતિરાદિત્ય સિંધિયાએ બીજેપી કોર કમિટીની બેઠક છોડી દીધી” સર્ચ કરતાં અમારા સંશોધનમાં અમને ડેઈલી પાયોનિયરનો અહેવાલ મળ્યો. અહેવાલ મુજબ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 8 નવેમ્બર, મંગળવારના રોજ કોર કમિટીની બેઠકના અન્ય તમામ પક્ષના સભ્યોને મળ્યા હતા, પરંતુ થોડીવારમાં સિંધિયા અસ્વસ્થ અને તાવ જેવુ અનુભવવા લાગ્યા હતા જેથી તેમણે બેઠક અધવચ્ચે છોડીને જવાનું પસંદ કર્યું હતું.

સ્ત્રોત : ડેઈલી પાયોનિયર

તદુપરાંત, ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, તેઓ સાંજે 4:30 વાગ્યાની ફ્લાઈટ દ્વારા દિલ્હી પરત આવવાના હતા, પરંતુ તેમની તબિયત સારી ન હતી, તેથી તે બપોરે 1:30 વાગ્યાની જ ફ્લાઈટમાં ત્યાંથી નીકળી ગયા.

સ્ત્રોત : ઈન્ડિયા ટૂડે

વધુમાં, 8 નવેમ્બરે કોર કમિટીની બેઠકના થોડા કલાકો પછી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ટ્વિટર દ્વારા લોકોને માહિતી આપી હતી કે તેઓ કોરોનાવાયરસ પોઝિટિવ આવ્યા છે અને પોતાને ક્વોરેન્ટાઇન કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા તેઓને કોરોનાવાયરસ માટે પરીક્ષણ કરાવવું જોઈએ.

ઉપરોક્ત હકીકતો જાહેર કરે છે કે એમપી કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલો દાવો લોકોને છેતરવાના ઈરાદાથી કરવામાં આવેલો છે.

દાવો જ્યોતિરાદિત્ય એમ.સિંધિયાએ બીજેપી કોર કમિટીની બેઠક છોડી દીધી કારણ કે તેમને અન્ય સમિતિના સભ્યો તરફથી મહત્વ મળ્યું નહોતું.
દાવો કરનાર એમપી કોંગ્રેસ
તથ્ય ભ્રામક

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl

જય હિંદ.