PM મોદીએ બટાકામાંથી સોનું બનાવવા અંગે કોઈ નિવેદન આપ્યું ન હતું, TMC નેતાએ એડિટેડ વીડિયો શેર કર્યો હતો

0
821

તૃણમૂલ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ જે ઘણી વખત ખોટી માહિતી શેર કરતા જોવા મળ્યા છે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બટાકામાંથી સોનું બનાવવાના કથિત નિવેદનનો વીડિયો રીટ્વીટ કર્યો છે.

વીડિયોમાં વડાપ્રધાનને એમ કહેતા સાંભળી શકાય છે કે, “અમે બટાકા માટે ક્લસ્ટર બનાવવાની પહેલ કરી છે. થોડા મહિના પહેલા અમે કૃષિ ઉત્પાદકોને નિકાસ સંબંધિત એક મોટી નીતિ બનાવી છે. જેમાં બટાકામાંથી સોનું બનાવવું …. અને દેશને વિદેશી હુંડિયામણ પણ મળશે.”

આઝાદે રીટ્વીટને કેપ્શન આપ્યું, “આજે સવારે કોઈએ મને બટાકામાંથી સોનું કેવી રીતે બનાવવું તેનો વિડિયો મોકલ્યો છે, જુઓ”

વીડિયો શેર કરીને એવું કહેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બટાકામાંથી સોનાનું નિવેદન વડાપ્રધાન મોદીએ આપ્યું હતું.

આ વિડિયો પહેલા પણ ઘણા વપરાશકર્તાઓ દ્વારા શેર કરવામાં આવ્યો છે, તેથી અમે તેની તપાસ કરી. અમારી તપાસમાં સત્ય કીર્તિ આઝાદના દાવા કરતા બિલકુલ અલગ હોવાનું બહાર આવ્યું છે.

ફેક્ટ ચેક

અમારી તપાસ શરૂ કરવા માટે, અમે સૌપ્રથમ ઈન્ટરનેટ પર વડાપ્રધાનના ભાષણનો એક અંશ શોધ્યો “અમે બટાકા માટે ક્લસ્ટર બનાવવાની પહેલ કરી છે”. આ દરમિયાન બીજેપીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વડાપ્રધાનના ભાષણની લિંક મળી આવી હતી.

27 એપ્રિલ 2019ના રોજ પોસ્ટ કરવામાં આવેલ આ 1 મિનિટ 56 સેકન્ડનો વીડિયો કન્નૌજ (ઉત્તર પ્રદેશ)માં PMની જાહેર સભાનો હતો. આ વીડિયોને પૂરો સાંભળ્યા પછી ખબર પડી કે વડાપ્રધાને કહ્યું હતું કે દેશમાં એવા બુદ્ધિશાળી લોકો છે જે બટાકામાંથી સોનું બનાવે છે, તે કામ અમે નથી કરી શકતા, ન તો ભાજપ કરી શકે છે. જેમને બટાકામાંથી સોનું બનાવવું હોય તેમણે તેમની પાસે જવું જોઈએ, અમે એવું કરી શકતા નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે અમે કોલ્ડ સ્ટોરેજ બનાવીશું, વેલ્યૂ એડિશન વધારીશું. જેના કારણે ખેડૂતોની આવક બમણી થશે.

આનાથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાનના નિવેદનને એડિટ કરીને શેર કરવામાં આવી રહ્યું છે જેથી લાગે છે કે વડાપ્રધાન મોદીએ બટાકામાંથી સોનું બનાવવાની વાત કરી હતી.

દાવો પીએમ મોદીએ બટાકામાંથી સોનું બનાવવાની વાત કરી હતી
દાવો કરનાર કીર્તિ આઝાદ
તથ્ય દાવો ખોટો છે.

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl

જય હિંદ.