આમ આદમી પાર્ટી ગુજરાત મિશન 2022 ના ટ્વીટર હેન્ડલ પરથી 3જી ઓગસ્ટના રોજ ટ્વીટ કર્યું હતું જેમાં દાવો કર્યો હતો કે ગરબા પર 18%GST નાખીને ભાજપ સરકારે ગુજરાતની અસ્મિતા દુભાવી છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ, તાપી, પાટણ અને સાબરકાંઠા ખાતે તેનો વિરોધ કરવામાં આવ્યો છે.
આર્કાઇવ લિન્ક જોવા માટે કિલક કરો
આપ નેતા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ કમિટીના સભ્ય વિપુલ સુહાગીયા દ્વારા પણ તારીખ 3 ઓગસ્ટના ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હિંદુત્વના નામે તાયફા કરતી ભાજપ સરકારે ગરબા પર 18 ટકા GST લગાવ્યો જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ દ્વારા ગરબા રમીને વિરોધ પ્રદર્શિત કરતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. આ ટ્વીટનું આપ નેતા ગોપાલ ઇટાલિયાએ સમર્થન કર્યું હતું.
આમ આદમી પાર્ટી ગજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ ટ્વીટ કરીને જણાવ્યુ કે ભ્રષ્ટ ભાજપ દ્વારા ગરબા પર 18% GST નાખતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
આર્કાઇવ લિન્ક જોવા માટે ક્લિક કરો.
આપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ માટે ઉપયોગમાં લેવાયેલા પોસ્ટેર્સ માં જે સમાચારપત્રની હેડલાઇનનો ઉપયોગ થયો છે તે 2જી ઓગસ્ટ ના દિવ્યભાસ્કર માથી લેવામાં આવેલ છે. જે નીચે મુજબ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 2022થી ગરબા રમવા પર 18% જીએસટી લાગશે અને ગરબાના પાસ પર જીએસટી લાગુ કરતાં ખેલૈયા પર ભારણ વધશે.
ફેક્ટ ચેક
દિવ્યભાસ્કરની હેડલાઇનમાં લખ્યું છે કે 2022ના વર્ષથી સરકારે ગરબાના પાસ પર જીએસટી લાગુ કરતાં ખેલૈયાઓ પરના ભારણમાં વધારો, જ્યારે હકીકત એ છે કે જીએસટી 2017 થી લાગુ કરેલ છે. 2018 અને 2019ના વર્ષમાં ઘણા મોટા ગરબા આયોજકોએ ડોનેશનના નામે જીએસટી થી બચવાનો પ્રયાસ કર્યો હતો અને 2020 અને 2021 માં કોવિડના લીધે કોમેર્શિયલ ગરબા થઈ શક્યા નહોતાં જેથી આ વર્ષે પાસમાં જીએસટી દેખાશે. આ પરથી કહી શકાય કે દિવ્યભાસ્કર દ્વારા આ પ્રકારની હેડલાઇનનો ઉપયોગ કરી આમ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
16 ઓક્ટોબર 2019માં ધી ટાઈમ્સ ઑફ ઈન્ડિયા ના એક આર્ટિકલમાં દર્શાવામાં આવ્યું હતું કે યુનાઇટેડ વે ગરબાના પાસની કિંમત ડોનેશન સ્વરૂપે સ્વીકારે છે તેથી જીએસટી ડિપાર્ટમેંટ દ્વારા યુનાઇટેડ વે અને પેલેસ હેરિટેજ ગરબા મહોત્સવના ઓફિશિયલ જીએસટી એકાઉન્ટ ની ચકાસણી કરવામાં આવી હતી. તેથી આ વર્ષથી યુનાઇટેડ વે ગરબા આયોજકોએ પાસની કિંમતમાં અલગથી જીએસટીનો પણ સમાવેશ કર્યો છે.
યુનાઇટેડ વે ના ટ્રસ્ટી મીનેશ પટેલે જણાવ્યુ હતું કે તેમનુ એનજીઓ પાસ વેચતું નથી ડોનેશન લે છે છતાં સરકારના સૂચન પ્રમાણે જીએસટી સાથેનું પેમેન્ટ લે છે અને રિસીપ્ટ પણ આપે છે. પરંતુ તપાસ કરતાં જણાયું કે તેમના 2020 ની નવરાત્રિના રજીસ્ટ્રેશનના ભાવ અને આ વખતે 2022ના ભાવ માં લગભગ 300 રૂપિયા નો તફાવત છે અને આ વર્ષે 2022માં તેઓએ રજીસ્ટ્રેશનના ભાવમાં જીએસટીનો અલગથી ઉલ્લેખ પણ કર્યો છે.
જીએસટી પહેલા સર્વિસ ટેક્સ અને જીએસટી બાદ મોટા ગરબા આયોજકો ટેક્સ ચોરી કેવી રીતે કરતા હતાં તેનું એક ઉદાહરણ અહીંયા દર્શાવીએ છીએ.
CASE STUDY : DGCEI (ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ & સર્વિસ ટેક્સ ઇંટેલિજન્સ) દ્વારા એકઠી કરેલ માહિતી મુજબ એસજી હાઇવે , અમદાવાદ સ્થિત કોકોનટ મીડિયા બૉક્સ એલએલપી જે કોર્પોરેટ, પ્રાઈવેટ અને સરકારી પ્રોગ્રામ નું આયોજન કરી આપે છે. એકત્ર કરેલ માહિતી દર્શાવે છે કે M/s CMB આ સેવાઓની સામે મળેલ સંપૂર્ણ આવક પર લાગુ કર ચૂકવતી નથી અને તેમણે ST -3 રિટર્નમાં તેમની કરપાત્ર રકમ ને ઓછી બતાવમાં આવી હતી. વધુમાં, તેમના દ્વારા વર્ષ 2015-16 અને 2016-17 માં આયોજિત ‘નવરાત્રિ ઉત્સવ/ દાંડિયા રાસ’ કાર્યક્રમ માટે ભાગલેનાર લોકો પાસેથી એકત્ર કરેલી રકમ નો પણ યોગ્ય ટેક્સ ચૂકવેલ નથી. જે નાણાં અધિનિયમ 1994 કલમ 66B હેઠળ કરપાત્ર છે પરંતુ તેમના દ્વારા કર ચોરી કરવામાં આવી હતી. આ પ્રકારે બીજા ગરબા આયોજકો દ્વારા પણ કાર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2019માં જીએસટી ડિપાર્ટમેંટ દ્વારા રેડ પાડવામાં આવી હતી.
નવરાત્રિ ઉત્સવ વર્ષ 2015-16 અને 2016-17 દરમિયાન સેવા અને વેચાણના લેજર્સ પરથી જાણવા મળ્યું કે 15% સર્વિસ ટેક્સની જોગવાઈ પ્રમાણે રૂપિયા 4,30,70,038 પર કરપાત્ર સેવાની જોગવાઈ માટે રૂપિયા 64,59,993/- પ્રાપ્ત થયેલ છે. જે નીચે મુજબ છે.
18% જીએસટી આ વખતે જ લાગુ કરવામાં આવ્યો છે તેવું નથી. પહેલાથી જ આર્ટ પર્ફોર્મન્સ, થિએટર, સર્કસ, સાંસ્ક્રુતિક ભારતીય કલાઓ પર અને 100 રુપિયથી વધુની મૂવી ટિકિટ પર પણ 18% GST લાગે જ છે. 2017-18 માં 250 રૂપિયા કે તેથી વધુના પાસ પર GST લાગતો હતો 2019માં જેની મર્યાદા રૂપિયા 499 સુધી વધારવામાં આવી જેથી હવે 499 કે તેથી વધુની કિંમતના પાસ પર જીએસટી લાગે છે.
ઉપરનો ફોટો આમ આદમી પાર્ટીના ટ્વીટર હેન્ડલ પરથી લેવામાં આવ્યો છે જે તેઓ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન નો છે. જેમાં ઉપયોગમાં લેવામાં આવેલ પોસ્ટર્સ પૈકી એકમાં દાવો કરેલ છે કે IPL ની કમાણી ટેક્સ ફ્રી અને ગરબા પર 18% જીએસટી પરતું હકીકતમાં IPL ની ટીકીટ્સ પર પણ 18% GST લાગે છે.
અમારી શોધ અને પર્યાપ્ત માહિતી ના આધારે સાબિત થાય છે કે 18% જીએસટી શેરી ગરબા કે નાના આયોજકો દ્વારા યોજાતા ગરબા જેના પાસની કિંમત 499 થી ઓછી છે તેના પર કોઈ જીએસટી નથી. જે કોમર્શિયલ ગરબા જેના પાસની કિંમત રૂપિયા 499 થી વધુ છે તેના પર જ 18% જીએસટી લાગશે. દિવ્યભાસ્કર અને આમ આદમી પાર્ટી દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે.
દાવો | ગરબા રમવા પર 18% GST લાગશે |
દાવો કરનાર | આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ , દિવ્યભાસ્કર સમાચારપત્ર |
તથ્ય | કોમર્શિયલ ગરબા પર જીએસટી એ 2017 થી લાગુ કરવામાં આવેલ છે 2022માં જીએસટીમાં ઉમેરવામાં નથી આવ્યું . જીએસટી પહેલા પણ 15% સર્વિસ ટેક્સ લાગતો હતો. દિવ્યભાસ્કર અને આમ આદમી પાર્ટી દ્વારા લોકોને ભડકાવાની કોશિશ કરેલ છે. અગાઉ યુનાઇટેડ વે જેવા મોટા આયોજકો ડોનેશનના નામે પાસની કિંમત નો ઉપયોગ કરી ટેક્સમાથી બચવાની કોશિશ કરતાં હતા પરંતુ જીએસટીની રેડ બાદ આ વર્ષથી જીએસટી અલગથી લેવાનું શરૂ કર્યું છે. |
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.
બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનનો કોંગ્રેસ માટે પ્રચારનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે…
2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ થોડા દિવસો પહેલા જ જનતા સમક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો…
ગઈકાલે એટલે કે 22 માર્ચે સુરત લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ…
દેશમાં લોકસભા ચૂંટણી 2024 વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. લોકો આ…
આતંકવાદી ઓસામા બિન લાદેનનો ઈન્ટરવ્યુ લેવા માટે જાણીતા પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે પોતાનું X એકાઉન્ટ…
2024ની લોકસભા ચૂંટણી શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું અને…
This website uses cookies.