આમ આદમી પાર્ટીએ બેંગલોરની ઓફીસના ફોટોનો ઉપયોગ કરી ને દિલ્લીમાં રોજગાર અપાવ્યાનો દાવો કર્યો!

0
858

5મી ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટી ગુજરાત મિશન 2022ના ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ સવાલ કર્યો હતો કે તમે કોને મત આપશો? રિપ્લાયમાં જણાવો. આ ટ્વીટમાં તેમણે બે ફોટાનો ઉપયોગ કર્યો હતો જેમથી એકમાં રોજગાર અને બીજામાં લઠ્ઠાકાંડની વાત હતી.

આર્કાઇવ લિન્ક જોવા ક્લિક કરો.

ફેક્ટ ચેક

અમારા સંશોધન પરથી જાણવા મળ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાત મિશન 2022 ના ટ્વીટમાં રોજગાર માટે જે ફોટાનો ઉપયોગ થયો છે તે દિલ્લી કે પંજાબનો નહીં પરંતુ બેંગલોર ની એક IT ઈન્ડસ્ટ્રીનો છે.

આર્કાઇવ લિન્ક જોવા ક્લિક કરો.

ટ્વીટમાં જે ઇમેજ છે તે 29 ફેબ્રુઆરી, 2012 માં લેવામાં આવી હતી. આ માહિતી અમને રિવર્સ ઇમેજ સર્ચ કરતાં રોઈટર્સ પિક્ચર્સ ની વેબસાઇટ પરથી મળેલ છે.

આ પરથી સાબિત થાય છે કે આમ આદમી પાર્ટી દ્વારા જે ઇમેજ તેમના સત્તાધારી કાર્યક્ષેત્રમાં કરેલ કામની છે જ નહીં તેનો ઉપયોગ કરી ગુજરાતની જાહેર જનતાને ભરમાવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.

દાવો આમ આદમો પાર્ટી રોજગાર આપે છે
દાવો કરનાર આમ આદમી પાર્ટી ગુજરાત મિશન 2022 ટ્વીટર હેન્ડલ પરથી
તથ્ય રોજગાર ને બતાવવા જે ફોટાનો ઉપયોગઆમ આદમી પાર્ટી ગુજરાત મિશન 2022 ના ટ્વીટમા કરાયો છે તે ‘આપ’ ના એક પણ કાર્યક્ષેત્ર એટલે કે દિલ્હી કે પંજાબનો નથી પરંતુ બેંગલોરની એક IT ઈન્ડસ્ટ્રીનો છે. જે સાબિત કરે છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની જનતાને ભરમાવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો.

જય હિંદ.